Monday, January 27, 2025
HomeGujaratવાંકાનેરના વરિષ્ઠ પત્રકાર સ્વ. નિલેશભાઈ ચંદારાણાના મોક્ષાર્થે આજે રામધુનનું આયોજન

વાંકાનેરના વરિષ્ઠ પત્રકાર સ્વ. નિલેશભાઈ ચંદારાણાના મોક્ષાર્થે આજે રામધુનનું આયોજન

વાંકાનેરમાં આજે દિવાનપરા વિસ્તારમાં આવેલ ભગવાનજી ખુશાલચંદ રાજવીર લોહાણા મહાજન વાડીના વિશાળ પટાગણમાં વાંકાનેરના વરિષ્ઠ પત્રકાર સ્વ. નિલેશભાઈ લલિતરાય ચંદારાણાના આત્મકલ્યાણ અર્થે ભવ્ય રામધુન વાંકાનેરમાં છેલ્લા ત્રીસ વરસથી નિઃશુલ્ક ધૂન-ભજન-કિર્તન કરતા પ્રસિધ્ધ શ્યામ ધુન મંડળના પંદેરક કલાકારો તથા સાજીંદાઓ આ રામધુનમાં રમઝટ સાથે આ કાર્યક્રમમાં વાંકાનેર-રાજકોટ-મોરબીના પત્રકાર મીત્રો, ધાર્મીક-સામાજીક, શૈક્ષણિક તથા રાજકીય સંસ્થાના અગ્રણીઓ, અધિકારીઓ, તથા આમંત્રીતો ઉપસ્થિત રહેશે. વાંકાનેરના વરિષ્ઠ પત્રકાર સ્વ. નિલેશભાઈ ચંદારાણાનું ગત તા. ૩૦-૩-૨૨ ના રોજ અવસાન થયેલ જેમના આત્મકલ્યાણ અર્પે અર્થે આવતી કાલે તા. ૫ ના રોજ રાત્રે ૯ કલાકે પ્રારંભ થશે. દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોનો આ રામધુનનો લાભ લેવા ચંદારાણા પરિવારના મોભી ધીરજલાલ જી.ચંદારાણા, લિતેશભાઈ ચંદારાણા, કુસુમબેન એ તન્ના રાજકોટ, જગદિશભાઈ ચંદારાણા કૌશીકભાઈ ચંદારાણા, હિતેષભાઈ ચંદારાણા તથા રાજેશભાઈ લી. ચંદારાણા તથા કેવલ નિલેશભાઈ ચંદારાણાએ આ જાહેર આમંત્રણ યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!