મોરબીના વોર્ડ નં. 4માં કાઉન્સિલરો દ્વારા નાગરિકો માટે ઇ-શ્રમિક કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરીબ અને પછાત વર્ગના લોકો અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને ઇ-શ્રમિક કાર્ડ ઘર બેઠા મળે તે માટે કાઉન્સિલરો દ્વારા આયોજન કરાયું હતું.
મોરબી નગરપાલિકાના સહયોગથી વોર્ડ નં. 4માં શ્રમિક કાર્ડની કામગીરી સોઓરડી વિસ્તારમાં આવેલા ગરીબ અને પછાત વર્ગના લોકોના અને મજુરી કરતા મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે ઇ-શ્રમિક કાર્ડ ઘરે બેઠા મળે તે માટે આ વિસ્તારના જાગૃત અને સક્રિય કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા ગીરીરાજસિહ સુખુભા ઝાલા કાઉન્સિલર મનીષાબેન ગોતમભાઇ સોલંકી અને હંમેશા કાર્યરત લોક સેવક સુરેશભાઈ શિરોહીયા પુવૅ કાઉન્સિલર પુવૅ કાઉન્સિલર ગોતમભાઇ સોલંકી અને કાન્તિલાલ કણસાગરા મહેશભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.