Saturday, December 28, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગના ડેમો વખતે જ પાણી ન આવ્યું!!!!

મોરબી સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગના ડેમો વખતે જ પાણી ન આવ્યું!!!!

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી મોકડ્રિલમાં પાણી જ ન આવતા તંત્રની પોલ છતી થઈ છે સિવિલ હોસ્પિટલમાં જ્યાં કોવિડ સેન્ટર છે ત્યાંજ તંત્રના ડેમોમાં જ સત્ય બહાર આવતા સિવિલના ડોકટર આંખ ક્ષતિઓને દબાવવા ના પ્રયાસ કર્યા હતા

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં રાજકોટ શિવાનંદ હોસ્પિટલમાં પાંચ દર્દીઓના કમકમાટીભર્યા ભર્યા મોત થી રાજયમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આ ઘટનાને લઈને સરકાર દ્વારા તમામ હોસ્પિટલ ના ફાયરસેફટીના અહેવાલ મંગાવવામાં આવ્યા હતા પરંતુ મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સુવિધાઓ શોભના ગાંઠિયા સમાન હોય તેમ આજે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્રાયલ ડેમોમાં બહાર આવ્યું હતું જેમાં આ ફાયર ડેમો કરતી વેળાએ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા જયારે પાણી માટે પાઇપ જોડવામાં આવ્યા ત્યારે પાણી જ આવ્યું નહોતું જો કે આ સમયે સિવિલના સિનિયર ડો.સરડવા એ ભીનું સંકેલી ફાયરના અધિકારીઓને તેમજ ઉચ્ચ અધિકારીઓને ફોન રણકાવ્યા હતા પરંતુ હાજર દર્દીઓના સગાઓ એકઠા થઇ જતાં સિવિલની ક્ષતિઓ દબાઈ શકી ન હતી જો કે આ મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત ચીત માં ફાયરના કર્મચારીઓ દ્વારા પણ સિવિલની ફાયર સુવિધાઓમાં મોટા પાયે ક્ષતિઓ હોવાની વાત જણાવી હતી જ્યારે ડો સરડવા દ્વારા આ ગંભીર ક્ષતિઓનું ભીનું સંકેલવાનો વહ્યાત પ્રયાસ કર્યો હતો ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં લગાવેલા ફાયરના સંશોધનો જ વામળા સાબિત થયા છે તો જો આગ જેવા બનાવ બન્યા હોત તો સિવિલ તંત્ર કઈ રીતે તેનો બચાવ કરી શકે એ પણ મોટો પ્રશ્ન છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!