Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના ભડિયાદ ગામના બૌધનગર વિસ્તારમાં એક સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ : ગ્રામ...

મોરબીના ભડિયાદ ગામના બૌધનગર વિસ્તારમાં એક સપ્તાહથી પાણી વિતરણ ઠપ્પ : ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગના ઉદાસીન વલણથી 60થી વધુ પરિવારોની પાણી માટે રઝળપાટ

મોરબી શહેરના સામાંકાંઠા વિસ્તાર ભડિયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતા બૌધનગર સોસાયટીમાં તંત્ર દ્વારા વર્ષોથી એકાતરા પાણી વિતરણ કરાય છે. જોકે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં પાણી સદંતર બંધ થઈ જતા આ વિસ્તારમાં રહેતા 60 જેટલા પરિવારની હાલત કફોડી બની છે.આ અંગે ગ્રામ પંચાયત તેમજ પાણી પુરવઠા વિભાગ બને માંથી એક પણ તંત્ર જાણે ઉદાસીન વલણ દાખવીને બેઠું હોય તેમ આ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવાનું તો દૂર ક્યાં કારણોસર પાણી નથી આવતું. તે જાણવાની પણ તસ્દી લીધી નથી. અગત્યની વાતતો એ છે કે મોરબી બે વિસ્તારમાં પાણી વિતરણ થતા નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટથી માત્ર 1 કિ.મી દૂર છે તેમ છતાં કયા ફોલ્ટના કારણસર પાણી વિતરણ નથી થતું તે જણાવાનો કે તેને રીપેર કરવાનો સમય નથી. આ વિસ્તારથી માત્ર 500થી 600.મીટરના અંતરે છેલ્લા 6 મહિનાથી પાણીની લાઈન તૂટી ગઈ છે જેમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.જે રીપેર કરવાનું પણ તંત્રને સૂઝતું નથી મોરબી પાણી પુરવઠા વિભાગના આ ઓરમાયા વર્તનને કારણે એક તરફ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તો બીજી તરફ બૌધનગર વિસ્તારના લોકો પીવાના પાણી માટે ટળવડી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!