હાર્દિક પટેલના પિતાની વાર્ષિક પુણ્યતિથિ કાર્યક્રમમાં હાર્દિક પટેલે જેને ટિકિટ અપાવીને ધારાસભ્ય બનાવ્યા તે ધારાસભ્યો તો ગેરહાજર રહ્યા જ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિના પુર્વ સાથી અને જીગરજાન મિત્રો પણ ડોકાયા નહી કે જેઓ એક સમય માં હાર્દિક પટેલ માટે મરી પરવારી જવાની વાતો પણ કરતા હતા.
આ સમગ્ર મામલે ભાજપના એક દિગ્ગજ મહિલા નેતાએ બધો દાવ ઉંધો વાળી દીધાની ભારે ચર્ચા જાગી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ હાજર રહ્યા હોત તો ભાજપમાં ભારે આંતરિક રોષ સર્જાત!
એક સમયે પાટીદાર અનામત આંદોલન થકી ગુજરાત સહિત દેશભરમાં લોકચાહના મેળવનાર યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલના પિતાશ્રીની વિરમગામ ખાતે ગુરુવારે પૂણ્યતિથિ નિમિતે સવારથી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના પણ ઉપસ્થિત રહેશે તેવી ધારણા હતી. જેના ભાગરૂપે હેલીપેડ સહિતના અન્ય પ્રતિકૂળ સંજોગો ઉભા કર્યા હતા. સાથોસાથ એવી પણ શક્યતા સેવાતી હતી કે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે હાર્દિક કોગ્રેસની નેતાગીરીની ટિકા અને ભાજપ અને હિન્દુત્વની વાત કરતો હતો ત્યારે આ પ્રસંગે શેષ નેતૃત્વની હાજરીમાં કેસરીયા ધારણ કરશે જે માટે પોતે પણ તૈયાર હતો પરંતુ હાર્દિકની ધારણા ઉલ્ટી પડી, ભાજપના આલા દરજ્જાના કોઈ નેતાઓ તો કાર્યક્રમમા ન જ આવ્યા પરંતુ 2017 માં હાર્દિકના કહેવાથી જેને ટિકિટો મળી હતી અને હાલે ધારાસભ્ય પણ છે એવાં અનેક ધારાસભ્ય જેમકે લલિત કગથરા, લલિત વસોયા, ચિરાગ કારેલિયા, ડો. કિરીટ પટેલ સહિતના પણ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. બીજી વાત કરી તો અનામત આંદોલન વખતના ખંભે ખંભો મિલાવી સરકારના નાકમાં દમ લાવનાર અને આંદોલન માટે જેલવાસ સહિત પાછલા બારણે હાર્દિકના કુટુંબી માટે પુત્રની ફરજ અદા કરનાર અનેક કષ્ટ સહન કરનાર પાસના પરમ સ્નેહી મિત્રો પણ ડોકાયા ન હતા.
હાર્દિક ને મોરબી માથી ખુબ લોક ચાહના મેળવી હતી પરંતુ મોરબીના ભાઈ જેવા સાથી મહેશ રાજકોટીયા, મનોજ પનારા, આઝાદ, અલગારી, કાલરીયા ગિતાબેન પટેલ, સાભંવા અને જુનાગઢ ગ્રુપ, રાજસ્થાન ગ્રુપ સહિતના ગેરહાજરી નજરે તરી આવી હતી. સાથે સાથે પાર્ટીના મહત્વના હોદા ઉપર હોવા છતાં પણ અન્ય નામાંકિત હસ્તીઓ કે નેતાઓ પણ દેખાયા ન હતા. આ બધી વાતો વચ્ચે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હાર્દિકની લોક ચાહના ફિકી પડી જતા તેને કદ પ્રમાણે કાપી નાખવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. જે ખુદ હાર્દિક પણ જાણે છે. નજીકના સૂત્રોનુ માની તો જ્યારથી નરેશ પટેલ કોગ્રેસના ખેસ ધારણ કરવાની વાત કરી ત્યાર બાદ આંતરિક ખેંચતાણ ચાલી અને હાર્દિક તરફી કાયમ રહેનાર ધારાસભ્યો નરેશ પટેલના આગમન માટે લિલી ઝાઝમ પાથરવાના કામમાં લાગી જતા અનામત આંદોલન વખતના લોકપ્રિય હાર્દિકને ભવિષ્યમાં આનુ પરિણામ શુ થાય એ દેખાય આવતા હિન્દુત્વ અને ભાજપના નેતૃત્વના ભરપેટ વખાણ કરી કેસરીયા કરવા માટે તખ્તો રચ્યો હતો પરંતુ ફુકી ફુકી ને ચાલેલી ચાલ ઉપર કાર્યક્રમની થોડી કલાકો પહેલા ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ પાણી ફેરવી બધા પાસા ઊંધા પાડયા હતા.
અમારા ખાસ અગત સુત્રોએ તો ત્યા સુધી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના ઉચ્ચ નેતાઓ જો આ કાર્યક્રમમા જાય તો હાર્દિકનુ કદ વધે એટલે જવાની તસ્દી લીધી નહી જે ભાજપ આગળની ચાલ ફરી ક્યારેક ચાલી ખેલ પાડી દેશે પણ હાલમાં તો ભાજપે દૂર રહેવાનું મુનાસીબ માની અનેક પ્રશ્ર્નો પણ ઊભા કર્યા છે.