Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમા દારૂ અંગે બે દરોડામાં બે ઈસમો પકડાયા

મોરબીમા દારૂ અંગે બે દરોડામાં બે ઈસમો પકડાયા

મોરબીમાં પોલીસે દારૂ અંગે બે દરોડા પાડી દારૂની બાટલી સાથે નીકળેલ બે ઇસમોને પકડી પાડી તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતીપ્લોટ શેરીનં.૪ માંથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે એક ઇસમને દારૂની ચાર બોટલ સાથે ઝડપી લીધો હતો. લાતીપ્લોટમાંથી બહાદુરભાઇ ગીરધરભાઇ ડાભી નામનો ૩૧ વર્ષીય શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે અટકાવી તેની તલાશી લીધી હતી આ દરમિયાન આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની રોયલ ગ્રૈન્ડર મેટ્રો લીકરની ચાર બોટલ અને મેકડોવેલ્સ નં.૧ ની એક બોટલ મળી કુલ .રૂ.૧૫૦૦નો મુદામાલ ઝડપાયો હતો આથી પોલીસે તેને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત દારૂ અંગેની અન્ય એક રેઇડમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટીના નાકા પાસેથી સાબીરભાઈ કાસમભાઈ કાસમાણી (ઉ.વ.૨૧ રહે .લાતી પ્લૉટ શેરી નં.૧૪ ખ્વાજા પેલેસ ફ્લેટ નં.૬૦૮ મોરબી)ને વિદેશી દારૂની વેટ-૬૯ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ સાથે ઝડપી લઈ તેની વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!