સાયબર ક્રાઈમના વધતા બનાવોને લઈને સોશિયલ નેટવર્કિંગ સાઈટો દ્વારા પોતાની એપ્લિકેશનને વધુ સુરક્ષિત બનાવવા વિવિધ પગલાંઓ ભરાઈ રહ્યા છે. જો કે હેકર્સ તમામ સિક્યુરિટી બાદ પણ જાણીતા અને નામાંકિત લોકોના એકાઉન્ટ હેક કરી છેતરપિંડી આચરવાના નવા નવા નુસ્ખાઓ શોધી લેતા હોય છે. ત્યારે મોટીવેશનલ સ્પીકર અને જાણીતા લેખક શૈલેષ સગપરિયાનું ફેસબુક મેસેન્જર હેક થયું હોવાની વિગતો સામે આવી છે જેમાં મોટીવેશનલ સ્પીકર અને જાણીતા લેખક શૈલેષ સગપરિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેમનું એફ.બી. મેસેન્જર કોઈ હેકર્સ દ્વારા હેક થયું છે. આ હેકાર્સે સગપરિયાના નજીકના મિત્ર વર્તુળમાં મેસેન્જર મારફત મેસેજ મોકલી 15000 રૂપિયાની જરૂર હોવાથી રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જો કે, શૈલેષભાઇના મિત્રને શંકા જતા તેઓએ કનફર્મ કર્યું હતું કે આ મેસેજ શૈલેસભાઈએ કર્યો ન હતો. એકાઉન્ટ હેક થયાની જાણ થતાં શૈલેષ સગપરિયાએ સોશિયલ મીડિયા થકી તેમની સાથે જોડાયેલા તમામ મિત્રોને સાવધાન કર્યા છે કે તેમના નામે કોઈને રૂપિયાની જરૂર છે એવો મેસેજ આવે તો સાવચેત રહેવું.
બનાવને લઈને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે, શંકાસ્પદ સંદેશને અવગણે અને સતર્ક રહે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘનું ડમી એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણીઓ કરી હતી ત્યારે ચોવીસ કલાક બાદ જ ફરી એક નામાંકિત વ્યક્તિ શૈલેષ સાગપરિયા નું એકાઉન્ટ હેક થતાં અન્ય લોકોને પણ પોતાની પ્રાઈવેટ એકાઉન્ટ જાળવી રાખવા કવાયત હાથ ધરવી અને સાવચેતી રાખવી અનિવાર્ય છે. હાલ શૈલેષ સાગપરિયા એ સાઇબર ક્રાઇમનો સંપર્ક કરી ફરિયાદ નોંધવવા તજવીજ શરૂ કરી છે