વાંકાનેરમાં આરએસએસના મેદાનને ગણેશોત્સવ અને નવરાત્રિ માટે ટોકન દરે આપવાનો પાલિકામાં અગાઉ ઠરાવ કરવામાં આવેલ છે તો પણ મેદાન આપવામાં આવતું નથી જેથી કરીને જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા ૬ દિવસથી માત્ર પ્રવાહી લઈને તંત્રની સામે આંદોલન કરવામાં આવી રહયું છે. તેમજ ઉપવાસ આંદોલનમાં શનિવારે સંતો-મહંતો,આર.એસ.એસ, વિહિપ,શિવસેના ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, ધાર્મીક-સામાજિક સંસ્થાઓ તેમજ સામાજીક અગ્રણીઓની જીતુભાઈ સોમાણીના સમર્થનમાં શનિવારે રાત્રે ઉપવાસ છાવણી ખાતે એક મિટિંગ મળી હતી અને સોમવારે ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સામાજિક અગ્રણી દ્વારા સોમવારે તમારી માંગણી મુજબ તમને ગ્રાઉન્ડની મંજુરી મળી જશેની ખાત્રી મળતા સોમવારે ગામનું બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું હતું પરંતુ સોમવારે તંત્ર દ્વારા જીતુભાઈ સોમાણીને મંજૂરી ન મળતા ધાર્મિક સંગઠનો તેમજ ધર્મપ્રેમી લોકોમાં રોષની લાગણી ફેલાય હતી અને આજ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.
વાંકાનેરનાં કોંગ્રેસ ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ જીતુ સોમાણી અને અન્ય સામજિક સંસ્થાઓ તેમજ આર.એસ.એસને આ મુદ્દે સમર્થન કરી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી
વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ, સંતો મહંતો,આર.એસ.એસ,વિહિપ, વેપારી એશોશિએશન, સામાજીક ધાર્મિક સંસ્થાઓ અને આગેવાન જીતુ સોમાણી દ્વારા બંધ પાળી મામલતદારને મેદાન આપવાની માંગ કરાઇ છે ત્યારે વાકાનેરનાં કોંગ્રેસ ધારાસભ્ય જાવેદ પીરઝાદા એ જીતુ સોમાણી અને અન્ય સામજિક સંસ્થાઓ તેમજ આર.એસ.એસને આ મુદ્દે સમર્થન કર્યું છે અને વાકાનેર કુવાડવાનાં ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરી છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યે પણ ગ્રાઉન્ડ ફાળવવા મામલે યોગ્ય નિકાલ કરવા માગ કરી છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય જાવેદ પીરઝાદા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, વાકાનેર માર્કેટ ચોક ખાતે છેલ્લા બાર વર્ષથી ગણપતિ મહોત્સવ અને નવરાત્રી નું કરાય છે આયોજન જો વિવાદના પગલે પરંપરાગત તહેવારો માટે ગ્રાઉન્ડ માંગવામાં આવતા હરરાજી કરાશે તો વાકાનેર શહેર ની શાંતિ અને સામાંજીક વાતાવરણ ડોહળાઈ તેમ છે. આર એસ એસ શાખા ને આં ગ્રાઉન્ડ સર્વાનુંમતે ટોકન દરેથી નગરપાલીકા માં ઠરાવ બાદ આપેલ છે છતાં ગ્રાઉન્ડ માટે હરરાજી કરાઈ છે. શહેરની શાંતિ ન જોખમાય તે માંટે ધાર્મિક ઇસ્યુ દ્વારા વહીવટી તંત્રએ નગરપાલિકાએ કરેલ સામાન્ય સભામાં લીધેલા નિર્ણયમાં દખલ અંદાજી ન કરવી જોઈએ. ત્યારે કોંગી ધારાસભ્યના આર.એસ.એસ અને અન્ય સામાજિક સંસ્થાઓ તેમજ હિન્દુ ધર્મના ઉત્સવ મામલે સમર્થન કરતી રજૂઆતના લેટર પેડથી રાજકીય ગરમાવો આવ્યો છે.