Sunday, May 19, 2024
HomeGujaratટંકારામાં આખલા સાથે બાઈક અથડાતા એકનું મોત:એક ગંભીર ઈજાગ્રસ્ત

ટંકારામાં આખલા સાથે બાઈક અથડાતા એકનું મોત:એક ગંભીર ઈજાગ્રસ્ત

ટંકારા સહીત મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવો દિવસેને દિવસે નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ત્યારે ટંકારાનાં સરાયા ચોકડી પાસે 16 ઓગસ્ટે સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, બાઈક અને આખલા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત 16 ઓગસ્ટે લોંગસિંહ ડુમા વાસ્કરીયા તેના સાથી વેરસીંહ નાનબુ દેવરકીયા સાથે પોતાનું MP-69-NC-6670 નંબરનું બાઈક લઇ હિરાપર ગામેથી સરાયા ગામે પેટ્રોલ પુરાવા જઈ રહ્યા હતા. ત્યારે લોંગસિંહ બેફિકરાઈ પોતાનું બાઈક પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. જે દરમિયાન સરાયા ચોકડી પાસે અચાનક એક આખલો વચ્ચે આવી જતા લોંગસિંહે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સીધી આખલા સાથે અથડાઈ હતી. જેના કારણે તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ તેની સાથે રહેલ વેરસીંહને જમણા હાથમા ફેકચર આવ્યું હતું. જેથી તે બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન લોંગસિંહ ડુમા વાસ્કરીયાનું મોત નીપજ્યું હતું. જેને લઈ ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!