ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નુ એક સ્વપ્ન છે કે ભારતમાં તમામ ઘર વિહોણા લોકોને પોતાનું ઘર મળે અને તે માટે અનેક વિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્ત્રી આવાસ યોજના શરૂ કરાઇ છે પરંતુ મોરબીમાં આ યોજનામાં ક્યાંકને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે.
કેમ કે આઠ આઠ વર્ષ વીત્યા છતાં હજુ અમુક કામ અધૂરા પડેલા છે ને જે કામ પૂરા થઈ ગયા છે તેની આયુષ્ય પણ ટુંકી હોવાનું દેખાય રહ્યું છે એટલે કે હવે આવાસ ના મકાનો ખંઢેર માં પરિવર્તિત થઈ રહ્યા છે.
આમ આ આવાસ યોજનામાં આશરે પાંચ કરોડ જેટલા કામો અધૂરા પડ્યા છે અને આશ્ચર્ય ચકિત વાત એ છે કે આ અધૂરું કામ છોડી ને જનાર કોન્ટ્રાકટર ને નગરપાલિકા દ્વારા પૈસા પૂરા ચૂકવી દેવાયા છે !!આ મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ પ્રકારના તમામ મુદ્દાઓ ટાંકી ને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ૨૦૨૨ માં આ મામલે તપાસ માટે કમિટી બનાવાઈ હતી પરંતુ એ કમિટી એ શું તપાસ ક્રરી (તપાસ કરી છે કે નથી કરી) એની પણ ખબર નથી એટલે કે વર્ષ ૨૦૨૨ માં રચાયેલ તપાસ કમિટી ને ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાની હતી હવે એ તપાસ કેમ પૂરી થઈ ગઈ એ જાહેર કરાયું નથી પણ ક્રિષ્ના કંટ્રાકશન નામની પેઢીને આ આવાસ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો જેમાં લીલાપર રોડ પર એક સાઈટ છે જેમાં ૪૦૦ કવાર્ટ્રરસ છે અને બીજી સાઈટ છે મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ ની બાજુમાં ત્યાં ૬૦૮ કવાર્ટર બનાવવાના હતા મજે આવાસ બન્યા ને હજુ આઠ વર્ષ થયા ત્યાં તો કરામત ઉડી ને આંખે દેખાવા લાગી છે અને અમુક કામો પણ અધૂરા છોડી દેવામાં આવ્યા છે.
આવાસ યોજના ક્વાર્ટર ફાળવણી સમયે નગરપાલિકાએ આવેલ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નિવેદન આપ્યું હતું કે ખોટું કર્યું હસે એને ઉપરવાળો પણ નહિ મૂકે અને અમે પણ નહિ મૂકી તો હવે ધારાસભ્ય આ મામલે કાર્યવાહી કરાવશે કે ‘ ઉપરવાળા ‘ પર છોડી દેવાશે ?
આ આવાસ યોજના નું કામ કરનાર ક્રિષ્ના કન્ટ્રકશન રાજકીય વગ ધરાવતા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે તો હવે લોક લાડીલા અને નિષ્પક્ષ નિર્ણયો લેતા મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પોતાના આપેલા નિવેદન મુજબ કાર્યવાહી કરાવશે કે પછી માત્ર ‘ ઉપરવાળા ‘ પર છોડી દેવાશે તે જોવું રહ્યું.
હાલમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં પ્રાંત અધિકારી ડી. એ.ઝાલા,માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી અને ચીફ ઓફિસર નો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ મામલે નગરપાલિકા પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ મંગાવી ને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કરોડો રૂપિયા પાલિકાની તિજોરી માંથી જેના નામે ગયા એ ક્રિષ્ના કન્સટ્રકશન કંપની કોની?
મોરબી નગરપાલિકા દ્વારા ચુકવણા થયેલ ચેક ની રકમ ક્રિષ્ના કન્સટ્રકશન નામની પેઢીને આપવામાં આવી છે આ પેઢી કોની છે અને મોરબી ના કોણ કોણ આ માં ભાગીદારી ધરાવતા હતા આ સાથે જ આ રૂપિયા ચૂકવ્યા બાદ મોરબી નગર પાલિકા દ્વારા પણ જાવક નંબર ૪૨૦ ના પત્ર થી ગત તા.૦૧/૦૬/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ પૂર્ણ ના થતાં રકમ પરત જમા કરાવવા નોટિસ આપવામાં આવેલ છે આ બાદ જીલ્લા કલેકટર દ્વારા પણ શહેરી/કોર/કમિટી/હુકમ/૨૦૨૨ ના પત્ર થી ગત.તા.૧૬/૦૬/૨૦૨૨થી આ બાકી રહેતા પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાકી રહેતા આવાસોના રેકર્ડ અને અમલવારી ઉંડાણપૂર્વક અમલ કરી ૧૫ દિવસમાં રિપોર્ટ કરવા જણાવેલ હતું આમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હાલ મોરબી નગરપાલીકા ના ચોપડે કુલ ૩૧ કરોડ ૯૪ લાખ થી વધુની રકમ આ પેઢીને ચેક મારફતે પ્રજાની તિજોરીમાંથી ચુકવણા કરવામાં આવી છે ત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુકાનોનો ખરેખર સરવે કરવામાં આવે તો શું તથ્ય છે તે પણ બહાર આવે તેમ છે.