મોરબીના ઓમ વી. વી. આઈ. એમ. કોલેજ નજીકના ડેલા પાસેથી પસાર થનાર યુવાનને ચાર શખસોએ છરી અને ઢીકાપાટુનો મારમારી સાથળના ભાગે ગંભીર ઈજા પહોચાડતા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
મોરબીમા દેવકુમાર દિપકભાઈ પંડિત( ઉ. વ.૨૨રહે. વજેપર શેરી નં. ૧૪) આરોપી આકિબ મીરના ડેલા પાસેથી પસાર થતો હોય તેને સારું નહિ લાગતા આકીબના બે મિત્રો ભુપેન્દ્ર વાઘેલા અને પ્રિયંશુ ઉર્ફે બાવો તથા એક અજાણ્યા શખ્સે પકડી રાખતા આકીબે સાથળના ભાગે છરીના ધા ઝીકી દીધા બાદ ચારેય તુટી પડયા હતા અને ઢીકાપાટુનો મારમાર મારમાર્યો હતો
પોલીસે યુવાનની ફરિયાદના આધારે ચારેય હુમલાખોર સામે કલમ ૩૨૬, ૩૨૩,૫૦૪,૫૦૫(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.