Tuesday, December 24, 2024
HomeGujaratહળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે પતિએ વતન જવાની ના પાડતા ઝેરી દવા પીને...

હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે પતિએ વતન જવાની ના પાડતા ઝેરી દવા પીને પત્નીનો આપઘાત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડણી ગામના વતની તથા હાલ ઇશ્વરનગર ગામમાં હસમુખભાઇ પટેલની વાડીએ રહેતા અલ્પેશભાઇ કરશનભાઇ રાઠવાનાં પત્ની જમનાબેન (ઉ.વ.૨૨)એ ગઈકાલે તા. ૩૦ના રોજ વાડીએ ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે હળવદની સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન જમનાબેનને વતનમાં જવુ હતું પરંતુ તેના પતિએ વતનમાં જવાની ના પાડતા માઠુ લાગી આવતા તેને ઝેરી દવા ગટગટાવી હોવાનું ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્નને ૬ માસ જેટલો સમયગાળો થયો છે. હાલ હળવદ પોલીસે બનાવની આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!