Wednesday, January 8, 2025
HomeGujaratરાજ્ય કક્ષાની સ્પર્ધામાં નવયુગ સંકુલની વિદ્યાર્થીની વિજેતા : રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈને...

રાજ્ય કક્ષાની સ્પર્ધામાં નવયુગ સંકુલની વિદ્યાર્થીની વિજેતા : રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈને મોરબી અને નવયુગ સંકુલનું ગૌરવ વધારશે

સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવીટીઝ ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજીત રાજ્યકક્ષાની સ્પર્ધામાં નવયુગ શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીની ગોસ્વામી અવનીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે વિજેતા બની નવયુગનું નામ રોશન કર્યું છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા આયોજીત યુવાઓ માટેની સ્પર્ધામાં અસંખ્ય કલાકારો વચ્ચે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અવનીએ નવયુગ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે, હવે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે. ગોસ્વામી અવની નવયુગ સંકુલમાં અભ્યાસ સાથે ગાયનની પણ સરસ તાલીમ મેળવીને ગુજરાતમાં અલગ અલગ સ્પર્ધાઓમાં હમેશા પ્રથમ ક્રમે આવેલ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ગુજરાતી લોકગીત, હાલરડા, ગરબા, ફિલ્મી ગીત અને શાસ્ત્રીય સંગીતની તાલીમ નવયુગના તજજ્ઞો પાસેથી મેળવી અનેક બાલ કલાકારોએ વિવિધ ગાયન સ્પર્ધામાં વિજેતા બન્યા છે.સિદ્ધિ મેળવવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!