અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે. આઠ માસ જુનો વાહન ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી એસ.ઓ.જી. મોરબી
પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચનાથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. આલ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા પો.કોન્સ. ભરતસિંહ ભીખુભા ડાભી તથા સતિષભાઇ સુખાભાઇ ગરચર તથા ડ્રા.પો.કોન્સ. સંદિપભાઇ માવલા વિગેરે એસ.ઓ.જી.ની કામગીરી સબબ ટંકારા વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક્ટીવા ચાલક હાજીશાહ હુસેનશા ફકીર (શેખ) ઉ.વ. ૨૭ રહે.ટંકારા ગામ, કલ્યાણપર રોડ સો-વારીયા પ્લોટ તા.ટંકારા જી.મોરબી વાળાને તેનું નંબર પ્લેટ વગરનું એક્ટીવા મોટરસાઈકલના એજીન નંબર તથા ચેસીસ નંબરને એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ એ ઇ ગુજકોપ પોકેટએપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરતા સદર મો.સા.ના રજીસ્ટ્રેશ નં.GJ-07 CM-1770 ના હોય તથા સદર મો.સા. બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ને. ૦૧૬૭/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન થયેલ હોય, એક્ટીવાની કિંમત રૂ.૩૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી હાલમાં ચાલતાં કોરોના કોવિડ-૧૯ ને ધ્યાને લઇ મોટરસાઈકલ ચાલકને ચોરાવ એક્ટીવા સાથે ટંકારા પો.સ્ટે.ને સોપી સરખેજ પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.