હળવદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં છકડો ઇકો કાર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એકને ઈજાઓ પહોંચવા પામી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના રણજીતગઢ ગામે રહેતા સવજીભાઇ લવજીભાઇ ચાવડાના માતા સાહેદ રફીકભાઇ સાથે GJ-03-EL-0583 નંબરની ઇકો કારમાં નવા શીરોઇ ગામથી આગળ સ્મસાન સામે રોડ પરથી પ[પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-13-AT-5133 નંબરનાં છકડો રીક્ષાના ચાલકે પોતાની છકડો રીક્ષા પુર ઝડપે અને બેફીકરાઇ પૂર્વક બેદરકારીથી ચલાવી ઇકો કારની જમણી સાઇડે ભટકાડતા ઇકો કારમા બેસેલ સાહેદ રફીકભાઇને પીઠના ભાગે મુઢ ઇજા તથા સવજીભાઇના માતાને પીઠના ભાગે કમરથી ઉપરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે સવજીભાઇ લવજીભાઇ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.