Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના જેતપરડા ગામે સિરામીક ના કારખાનામાં પગ લપસી જતા શ્રમીક મહિલાનું મોત

વાંકાનેરના જેતપરડા ગામે સિરામીક ના કારખાનામાં પગ લપસી જતા શ્રમીક મહિલાનું મોત

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સીરામીકમાં કામ કરતી શ્રમિક મહિલા સારીકા હાબુભાઈ અન્ના કેરાડે (ઉ.વ.૩૨ રહે.હાલ મલ્ટીસ્ટોન સીરામીમ લેબર ક્વાર્ટર મુ.રહે.માંડાખેડા તા.ભગવનપુરા જી.ખરગોણ એમપી) વાળા કારખાનામાં આવેલ માટી ખાતામાં કામ કરી રહ્યા હતા ત્યારે પાવડરની બોરી કાપતા હતા તે સમયે અચાનક કોઇ કારણોસર પગ લપસી જતા તેઓને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

- Advertisement -
- Advertisement -

બાદમાં તેઓને બેભાન હાલતમાં પ્રાથમીક સારવાર અર્થે વાંકાનેર, મોરબી ત્યારબાદ જામનગર અને બાદમાં બેભાન હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમીયાન ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા જેથી કારખાનામાં જ નોકરી કરતા ત્રિકમભાઈ માનાભાઇ દેસાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બનાવની જાણ કરી હતી જેથી પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!