મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ યોગી એપાર્ટમેન્ટમાં રહેતા જયેન્દ્રકુમાર જેવંતલાલ લોદરીયાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૬નાં રોજ તે તેના પત્ની સાથે નવલખી રોડ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે રોડ ક્રોસ કરતાં હોય દરમ્યાન આરોપી મોટરસાઈકલ નં. જીજે-૩૬-સી-૩૪૩૧નાં ચાલકે પોતાનું મોટર સાઈક્લ પુર ઝડપે ચલાવી ફરીયાદી જયેન્દ્રભાઈના પત્નીને હડફેટે લઇ પછાડી દીધા હતાં. આથી, તેમને ડાબા પગમાં સામાન્ય ઈજા તેમજ માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી હતી.મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.