પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ ગુગલ ફોર્મ ભરવાનું રહેશે
ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૧ માટે પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ થયા અંગેની જાણ કરી શકાય તે હેતુથી ગુગલ ફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. ધોરણ ૮ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
ગુગલ ફોર્મ https://forms.gle/e34YqPUg1j3WAeY48 લીંક પર ફોર્મ ભરીને સબમીટ કરવાનું રહેશે. આ ફોર્મ ફક્ત વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું થાય ત્યારે વિદ્યાર્થીઓને જાણ કરવા હેતુથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગુગલ ફોર્મ ભરવા સહિતની વધુ માહિતી માટે ૧) ૮૩૨૦૧૬૯૫૯૯ ૨) ૯૮૭૯૯૨૨૦૭૨ ૩) ૯૬૦૧૧૦૦૬૩૮ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા ઔદ્યોગીક તાલીમ સંસ્થાના આચાર્ય દ્વારા વિનંતી કરવામાં આવી છે.