પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓનું વાચન કૌશલ્ય વિકસે એ હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે વાચન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીની શ્રી બંધુ નગર પ્રાથમિક શાળામાં આજે વાચન અભિયાન અંતર્ગત વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બંધુ નગર પ્રાથમિક શાળામાં સરકારની માર્ગદર્શિકા મુજબ રીડિંગ કેમ્પેઇન વર્ક શોપમાં વાચન સ્પર્ધા, તેને અંતગર્ત રમતો અને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાચન અભિયાન અંતર્ગત વર્ક શોપમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બનેલ સ્પર્ધકોને આચાર્ય અમૂલ જોષી દ્વારા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. આ ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વાચન વર્ક શોપમાં જોડાયા હતા.