વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે હલવદ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને તાલુકા હેલ્થ ઓફિસમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા જેમાં નિદર્શન,સભા, શિબિર, રંગોળી, સ્પર્ધા,રેલી યોજી હતી . તાલુકા આઈસી કમિટી ના પ્રતિનિધિ ડો.પીયૂષ રાવલ , સી.એમ.ઊભડીયા TMPHS, ડો.ચાદનીબેન, એચ.વી તથા તમામ પીએચસી ના અધિકારી, કર્મચારી દ્વારા ગામના લોકો, નાગરિકોમાં જનજાગૃતિ ફેલાય તે હેતુથી આ તમાકુ નિષેધ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
હલવદ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર: રણમલપુર માં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા,‘’વિશ્વ તમાકુ નિષેઘ દિવસ’’ની ઉજવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ઉપસ્થિત આરોગ્ય અધિકારી દ્વારા તમાકુ તેમજ વ્યશનથી થતી શારીરિક બિમારીઓ કૌટુંબીક કલેશ સામાજીક અને આર્થિક રીતે નુકશાન, મેન્ટલ ડીપ્રેશન અને આ કારણોથી બીજા વ્યકિતઓ અને બાળકોના આરોગ્ય પર થતી જોખમી અસરો વિશે માહિતી આપવામાં આવી હતી.
તમાકુના વ્યશનથી અને નશીલા પદાર્થોના સેવનની લત-આદતોમાંથી બહાર આવવા માટે વ્યકિતના ર્દઢ નિશ્ચય અંગે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. તમાકુ સેવનથી મુકત રહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.