મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી વરલીના આંકડા લેતા એક ઇસમને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પકડી પડ્યો હતો. મોરબીના અલ રઝા હોટલની પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી કપાત લેતા રસીદભાઈ જુમાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭ રહે. ગેબનશાહ પીરની દરગાહની પાસે જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી)ને પોલીસે દબોચી લીધો હતો.પોલીસે આરોપીના કબજામાંથી વરલી મટકાનું સાહિત્ય સહિત રોકડા રૂ.૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી આરોપી રસીદ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.