સૌરાષ્ટ્ર પ્રાંતમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. જેને કારણે સિરામિક ઉદ્યોગ સહિત નાના મોટા ઉદ્યોગકારો તેમજ ખેડૂતને પાકમાં નુકશાન જવાની શકયતા વધારે છે. ત્યારે વીમા કંપની દ્વારા વીમો આપવાના સમયે હાથ કરી વીમો ચૂકવતી નથી તેની સામે લોકપાલને ઉગ્ર રજૂઆત કરતો પત્ર મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરી છે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 26/11/2023 ને રવિનારના રોજ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને કારણે સિરામિક ઉદ્યોગ સહિત નાના મોટા ઉદ્યોગને નુકશાન થયું છે. શેડના પતરા તૂટતાં નીચે પડેલ માલ સામાન ને નુકશાન થયું છે. તેમજ ખેડૂતોને ખેતીમાં ભારે નુકશાન થયું છે. વેપારીઓ અને ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે છે. તેથી કંપનીએ ગ્રાહકને વીમો આપવો જોઈએ. જો કે આવા સમયે કંપની હાથ ઊંચા કરી નાખે છે. તેમજ વીમો લેતી વખતે એજન્ટ આંબા આંબલી દેખાડતા હોય છે. પરંતુ આવા સમયે એજન્ટો એ વીમા કંપનીને લાલ આંખ કરી ગ્રાહકને વીમો મળે તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું છે. તેમજ વરસાદને કારણે હજુ વીસ પચ્ચીસ દિવસ ફેકટરી બંધ રહેશે જેથી વીમા કંપનીએ કોઈ પણ હિચકિચાટ વગર યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવું જોઈએ તેવી માંગ મોરબી ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઇ મહેતાએ લોકપાલને પત્ર લખીને કરી છે.