Monday, May 20, 2024
HomeGujaratહિટ એન્ડ રન : હળવદમાં પુરપાટ ઝડપે જતી રિક્ષાનાં ચાલકે બાઇકને હડફેટે...

હિટ એન્ડ રન : હળવદમાં પુરપાટ ઝડપે જતી રિક્ષાનાં ચાલકે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત

હળવદનાં ચરાડવા ગામે અદાણી સી.એન.જી. ગેસ પંપની સામે પુરપાટ ઝડપે જતી રીક્ષાનાં ચાલકે સામેથી આવતી મોટરસાઈકલને હડફેટે લેતાં મોટરસાઈકલ સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે મૃતકનાં બનેવી દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રેસા સેનટરીવેર કારખાનું, ઉંચી માંડલ નેકસોન કંપની પાછળ, કંપનીના સ્વાટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના કપિલભાઇ વાલજીભાઇ ચાવડા ગત તા. ૨૫/૧૧/૨૦૨૩ ના રોજ પોતાનું GJ36AK1678 નંબરનું હિરો સ્પ્લેન્ડર+ મોયટરસાઈકલ લઈ મોરબી થી ચરાડવા બાજુ જતો હતો. ત્યારે GJ36W0767 નંબરની રિક્ષાનાં ચાલકે પોતાના હવાલા વાળી રીક્ષા પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારથી ચલાવી સામેથી હળવદ તરફથી આવી મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જી યુવકને માથાના પાછળના ભાગે તથા હાથે પગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવકનું મોત નીપજ્યું હતું. તેમજ આરોપી પોતાની રીક્ષા લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે મૃતકના બનેવી જગદિશભાઇ લાલજીભાઇ રાઠોડ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!