Monday, December 23, 2024
HomeGujaratબેફિકરાઈપૂર્વક ચાલતા કોલસાના ટ્રકોથી ગંભીર અકસ્માતની ભીતિ અંગે જીલ્લા કલેકટરને લેખિત રજુઆત

બેફિકરાઈપૂર્વક ચાલતા કોલસાના ટ્રકોથી ગંભીર અકસ્માતની ભીતિ અંગે જીલ્લા કલેકટરને લેખિત રજુઆત

લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપ બાલુભાઇ સંઘાણીએ જીલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી બેફામ રીતે ઓવરલોડ કોલસો ભરીને ફૂલ સ્પીડે દોડતાં ટ્રકચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી

- Advertisement -
- Advertisement -

નવલખી પોર્ટમાંથી હેવી ટ્રકમાં મોટા પ્રમાણમાં મોરબી તેમજ અન્ય ઉધોગમાં કોલસાનું પરિવહન કરાય છે આ ટ્રક મોરબી નવલખી રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ચુક્યા છે, જેનું તાજું ઉદાહરણ સામે આવ્યું હતું.જેમાં માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપ બાલુભાઇ સંઘાણી તેની કારમાં મોરબી નવલખી હાઈવે પરથી પસાર થતા હતા. તે દરમિયાન લૂંટાવદર ગામ પાસે એક ઓવરલોડ કોલસા ભરેલા ટ્રકમાંથી કોલસાનો ભાગ નીચે પડ્યો હતો અને કારના કાચ ઉપર પડતા કાર બેકાબુ બની હતી. અને ડિવાઈડર સાથે અથડાઈ હતી સદનસીબે કાર ચાલક સરપંચનો ચમત્કારીક બચાવ થયો હતો.

અકસ્માતની ઘટના બાદ આ અંગે સરપંચ જયદીપભાઈએ જીલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી કે આવા બેફિકરાઈપૂર્વક ચાલતા ટ્રકચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ કારમાં હોવાથી તેઓનો જીવ બચી ગયો હતો. જો કે તેના બદલે કોઈ બાઈકસવાર હોત અને તેના પર પડ્યો હોત, તો ગંભીર અકસ્માત સર્જાઇ શકે છે. જેથી, આવા ટ્રકચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!