Friday, December 27, 2024
HomeGujaratખેડૂતોના વિમા કવચમાં કોરોનાથી થતા મૃત્યુને આવરી લેવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ...

ખેડૂતોના વિમા કવચમાં કોરોનાથી થતા મૃત્યુને આવરી લેવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા લેખીત રજૂઆત

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા આરડીસી બેંક રાજકોટના ચેરમેન જયેશભાઈ રાદડીયાને લેખિત રજૂઆત કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

ટંકારા: ખેડુતોના વીમા કવચમાં કોરોના રોગને આવરી લેવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઇ વામજા દ્વારા આરડીસી બેંક રાજકોટના ચેરમેન જયેશભાઈ રાદડીયાને લેખિત રજૂઆત કરી છે.આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણા ખેડૂતોના ભોગ લેવાય છે. ત્યારે ખેડૂત પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આરડીસી બેંક રાજકોટ હરહંમેશ ખેડૂતોની સાથે ઉભી રહી છે. ત્યારે ખેડૂતો પરિવારનો સહારો બની ખેડૂતો વીમા કવચ ચાલુ છે તેમાં કોરોના વાયરસથી થતું મૃત્યુ સમાવી ખેડૂતોને સાથ આપવામાં આવે તથા ખેડુતોએ આરડીસી બેંક રાજકોટને હંમેશા પોતની બેંક સમજી છે ત્યારે બેંક પણ ખેડૂતોને પોતાના સમજી ખેડુતોનાં હિતમાં નિર્ણય કરે તેવી રજૂઆત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!