Friday, March 29, 2024
HomeGujaratતું પોલીસને બાતમી આપે છે, કહી ત્રણ શખ્સોનો યુવાન ઉપર હુમલો, ફરિયાદ...

તું પોલીસને બાતમી આપે છે, કહી ત્રણ શખ્સોનો યુવાન ઉપર હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ લક્ષ્મી શેરીમાં રહેતા સચિનભાઈ સતીષભાઈ શુક્લ (ઉ.વ.૩૦) એ આરોપીઓ ભાવેશભાઈ રમણિકભાઈ બાવાજી, તૌફિકભાઈ દાઉદભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી સચિનભાઈ સતીષભાઈ શુક્લ ગઈકાલે રાત્રે મોરબીના લખધીરવાસ ચોકમાં હતા.ત્યારે ત્રણેય આરોપીઓએ આવીને તું અમારી પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહીને યુવાનના હાથ ઉપર છરી વડે હુમલો કરી સામાન્ય ઇજા કરી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!