Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં આઇસરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

મોરબીમાં આઇસરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

મોરબી: મોરબીમાં આઇસરની ઠોકરે બાઈક ચડી જતા બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદી રેસ્માબેન ફારુકભાઇ મોવર (ઉ.વ ૨૫ ધંધો- ઘરકામ રહે હાલ ત્રાજપર ખારી મેલડીમાની મંદીરની પાસે તા.જી મોરબી) વાળીએ આરોપી આયસર નંબર જીજે-૧૩-એ,ડબલ્યુ ૫૬૬૬ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ લાલપર ગામથી આગળ શ્રીજી સીરામીકની સામે હાઇવે રોડ પર આરોપીએ પોતાના હવાલા વાળુ આયસર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પતિ ફારૂકભાઇ ઇસ્માઇલભાઇ મોવર વાળાના મો.સા.જેના નંબર- જીજે-૩૬-એન-૫૮૬૩ વાળાને પાછળથી હડફેટે લઇ આયસર ચાલક નાશી ગયેલ હોય તેમજ ફરીયાદીના પતિના માથામા તથા પેટના ભાગમા તથા શરીરમા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

જેથી પોલીસે આયશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!