Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં યુવાન, વાંકાનેરમાં બાળક અને હળવદમાં પરણીતા સહિત ત્રણના અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબીમાં યુવાન, વાંકાનેરમાં બાળક અને હળવદમાં પરણીતા સહિત ત્રણના અપમૃત્યુના બનાવ નોંધાયા

મોરબી , હળવદ અને વાંકાનેર માં ગઈકાલે કાળ ચક્ર ફેલાયું હોય તેમ જુદા જુદા ત્રણ બનાવમાં ત્રણ આશાસ્પદ મોત થતા પરિવાર માં શોકનો માહોલ જોવા મળ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઉંચીમાંડલ નજીક સિરામીક ફેકટરીમાં પડી જતા યુવાનનું મૃત્યુ થયું
મોરબીના વાવડી રોડ ઉપર રવિપાર્ક સોસાયટીમાં રહેતા ઉદયભાઇ જયંતિભાઇ વઘાડીયા ઉ.30 નામનો યુવાન ઉંચી માંડલ નજીક આવેલ સ્પોટલેન્ડ સીરામીકમા છેડા ઉપર કામ કરતી વખતે પડી જવાથી મોત થતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

જ્યારે બીજા બનાવ માં વાંકાનેરના લીંબાળા ગામે સાપ કરડતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે જેમાં વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે હુશેનભાઇની વાડીમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અમિતભાઇ સોરના દોઢ વર્ષના માસૂમ પુત્ર ચંદનભ અમીતભાઇ સોરને સાપે દંશ મારતા સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અકસ્માતે મોત ની કરી તપાસ શરૂ કરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં હળવદના મયુરનગર ગામે પરિણીતાએ મોત વ્હાલું કર્યું હતું જેમાં હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા પાયલબેન પ્રવિણભાઇ લોખીલ જાતે આહિર ઉ.27 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના સસરાના ઘેર કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!