Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી નજીક રોડ પરના ખાડાના કારણે અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત

મોરબી નજીક રોડ પરના ખાડાના કારણે અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત

મોરબી પંથકમાં ઉબડ ખાબડ રસ્તાઓ તથા ખાડાઓને લીધે સાર્જાયેલા અકસ્માતમાં અનેક મોત નિપજ્યા હોવાના અને ગંભીર ઇજા પહોંચી હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ હાજરાહજૂર છે. આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં મોરબી નજીક જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં આવેલ ફિનોલાઇટના કારખાના પાસે રિક્ષા ચાલકે રોડ પરનો ખાડા તારરવા જતા બાઇક ચાલકને હડફેટે લેતા ચાલકનો હાથ ભાગી ગયાની પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગેની મોરબી તાલુકા પોલીસમાંથી મળેલી માહિતી અનુસાર મોરબી નજીકના જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં આવેલ ફિનોલાઇટના કારખાના પાસથી પસાર થતા બાઈક ચાલક ભાવેશ રામજીભાઈ પરમાર ( ઉ.વ.૨૭) ને રીક્ષા નં. GJ 36 k 6286ના ચાલકે ગફલતભરી રીતે રીક્ષા ચલાવી રોડ પરનો ખાડો તારરવા જતા બાઇક ચાલકને હડફેટે લેતા બાઈક પરથી પડી જતા ચાલકને જમણા હાથમાં ફેકચર કરી અન્ય ઇજાઓ કરતા પોલીસે ગુનો નોંધી રિક્ષા ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!