Friday, March 29, 2024
HomeGujaratમોરબીના ઘૂટું ગામ પાસે ટ્રેકટર ચાલકે ત્રિપલ સવાર બાઈકને હડફેટે લેતાં યુવાનનું...

મોરબીના ઘૂટું ગામ પાસે ટ્રેકટર ચાલકે ત્રિપલ સવાર બાઈકને હડફેટે લેતાં યુવાનનું મોત, બે ઈજાગ્રસ્ત

અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના આંદરણા ગામે રહેતા જયકુમાર મનોજકુમાર દંતલિયા (ઉ.વ.૧૯), કિશન જયસુખભાઈ દેસાઈ, પાર્થ હર્ષદભાઈ સંઘાણી નામના ત્રણ યુવાન મિત્રો ગતરાત્રે ત્રિપલ સવાર બાઇકમાં મોરબીથી આંદરણા ગામે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના ઘુટું ગામ નજીક ઇટોના ભઠ્ઠા પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રેકટર ચાલકે આ ત્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી જયકુમાર મનોજકુમાર દંતલિયા (ઉ.વ.૧૯)નું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બાઇકમાં રહેલા કિશન જયસુખભાઈ દેસાઈ, પાર્થ હર્ષદભાઈ સંઘાણીને ઇજા થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!