Friday, December 27, 2024
HomeGujaratમાળીયા-કચ્છ નેશનલ હાઈવે પર ટ્રેલર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, બે...

માળીયા-કચ્છ નેશનલ હાઈવે પર ટ્રેલર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, બે ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શકત શનાળા ગામે રહેતા દિનેશભાઈ સવજીભાઈ ખટાણા(ઉ.વ.૩૭) એ માળિયા (મી.) પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રેલર કન્ટેનર નં. જીજે-૧૨-બીવાય-૦૧૦૪ ના ચાલકે પોતાનું ટ્રેલર પુર ઝડપે ચલાવી ફરિયાદી દિનેશભાઈની બોલેરો પીકઅપ નં. જીજે-૦૩-ઝેડ-૬૦૪૬ નાં પાછળના ઠાઠામાં ભટકાડી અકસ્માત કરી બોલેરોને પલટી ખવડાવી ગાડીના ઠાઠામાં બેઠેલ નીલેશભાઈ મુકેશભાઈ પુજારા (ઉ.વ.૩૯, રહે-મોરબી) વાળાને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો લક્ષ્મણભાઈ અને ભાવેશભાઈને ઈજાઓ પહોંચી હતી. ટ્રેલર ચાલક અકસ્માત સર્જી ટ્રેલર મૂકી નાશી ગયો હતો. માળિયા(મી.) પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!