Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયા(મી.) : નાના દહીસરા ગામનાં પાટીયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું...

માળીયા(મી.) : નાના દહીસરા ગામનાં પાટીયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાનાં ઝીંઝુડા ગામે રહેતા રફીકભાઈ હાજીભાઇ નોબે(ઉ.વ.૩૬)એ માળિયા(મી.) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બુલેટ નં. જીજે-૩૬-પી-૯૮૫૯ નાં ચાલકે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને નાના દહીંસરા ગામના પાટિયા નજીક ફરિયાદી રફીકભાઈના મોટર સાઈકલ નં. જીજે-૧૦-કયું-૭૮૬૩ સાથે અકસ્માત કરતા અકસ્માતમાં ફરિયાદી રફીકભાઈને સામાન્ય ઈજા પહોચી હતી તો સાથેના હનીફભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા(મી.) પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!