Wednesday, May 6, 2026
HomeGujaratમાળીયા(મી)માં ખોટા વહેમે યુવક પર હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

માળીયા(મી)માં ખોટા વહેમે યુવક પર હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

માળીયા ખાતે યુવકે ઇન્સ્ટાગ્રામ ઉપર દીકરીને મેસેજ કર્યાનો ખોટો આરોપ લગાવી ત્રણ શખ્સોએ ધોકા અને છરીના હાથાથી માર માર્યો હતો. યુવકને હાથ-પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા થતાં પ્રથમ માળીયા(મી) બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) વિસ્તારમાં રહેતા યુનુસ સાવદીનભાઈ મોવર ઉવ.૧૮એ માળીયા(મી) પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૦૪/૦૫ તે ઘર તરફ જતો હતો ત્યારે આરોપી સલીમ સુભાનભાઈ કટીયા અને સદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટીયા રહે. માળીયા(મી)એ તેને રોકી દીકરીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યાનો આક્ષેપ કર્યો હતો. યુવકે ઇનકાર કર્યા છતાં તેને કારમાં બેસાડી પહેલા ઘરે લઈ જઈ પુછપરછ કરી અને બાદમાં હરિપર નજીક મચ્છુ નદી કિનારે લઈ ગયા હતા. અહીં આરોપી સદીકે પકડી રાખી અને આરોપી સલીમે ધોકા વડે યુવકને માર મારતા જમણા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા કરી હતી, જ્યારે અન્ય એક આરોપી ફારૂકભાઈ રહે. હંજીયાસર વાળાએ ગાળો આપી મદદગારી કરી હતી. હાલ માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!