Friday, August 14, 2026
HomeGujaratરાજપર ચોકડી નજીક જૂની માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર હુમલો, પિતા-પુત્ર સામે...

રાજપર ચોકડી નજીક જૂની માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર હુમલો, પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

મોરબીમાં રાજપર ચોકડી નજીક ઉભેલ યુવક ઉપર હુમલાની ઘટના સામી આવી છે, જેમાં બે વર્ષ અગાઉ ભત્રીજીને ભગાડી લઈ ગયેલ તેને પરત લાવ્યાના બનાવનો ખાર રાખી યુવકને લોખંડના પાઈપથી પગ અને વાસાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રાજપર ચોકડી નજીક જૂની માથાકૂટનો ખાર રાખી યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ટંકારા તાલુકાના સજનપરના ૩૯ વર્ષીય લાખાભાઈ વજાભાઈ કલોતરાએ આરોપી મેરુભાઈ જીવણભાઈ ખાંભલા અને તેમના પુત્ર અજયભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, બે વર્ષ પહેલા આરોપી અજય ફરિયાદીની ભત્રીજીને ભગાડી ગયો હતો, જેને પરિવાર પરત લાવ્યો હતો. આ બાબતનો ખાર રાખીને, ગઈકાલ ૧૩ ઓગસ્ટના સવારે રાજપર ચોકડી ખાતે ફરિયાદી લાખાભાઈ ઉભા હતા ત્યારે આરોપી મેરુભાઈ ત્યાં આવ્યા અને ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં તેમનો પુત્ર આરોપી અજય લોખંડનો પાઈપ લઈને આવ્યો હતો. બંનેએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. અજયે લોખંડના પાઈપ વડે ફરિયાદીના વાસાના ભાગે તથા ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી. બનાવ બાદ બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટ કલમ મુજબ આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!