મળતી માહિતી અનુસાર માટેલ ગામમાં શીતળાધાર પાસે રહેતા બળદેવભાઇ કેશરભાઇ ઘેણોજા ઉવ.૩૮ એ આરોપી વિપુલ રાઘવભાઇ ભરવાડ રહે.શીતળાધાર માટેલ તથા સંજય મેહુરભાઇ ભરવાડ રહે.વીરપર તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૧/૦૨ના રોજ માટેલ ગામની સીમમાં ઈસ્કોન સીરામીકની સામે આવે દુકાન પાસે બંને આરોપીઓએ બળદેવભાઈ સાથે અગાઉ ઝઘડાનું મનદુઃખ રાખી બળદેવભાઈ તથા વિક્રમ ઉર્ફે ટકો વિંજવાડીયાને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો તથા લાકડી-પાઇપ વતી શરીરે માર મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ બળદેવભાઈને હાથમાં ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચાડી ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ બંને આરોપીની અટક કરવા શોધખોળ શરુ કરી છે.