Wednesday, October 14, 2026
HomeGujaratડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રૂ.૧.૭૦ લાખની સહાય

ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રૂ.૧.૭૦ લાખની સહાય

મોરબી જીલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને આવાસ યોજનાનો લાભ લેવા અપીલ.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે.જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી.

આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિતગત રૂ. ૧,૭૦,૦૦૦/- ની સહાય ૦૪ હપ્તામાં ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને https://eSamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મોરબી જીલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને નોંધ લેવા અને વધુ માહિતી માટે જીલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ ન- ૪૬,૪૭ નો સંપર્ક કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!