મોરબી એલ.સી.બી./પેરોલ સ્ક્વોડે ખાનગી બાતમીના આધારે ઉમા ટાઉનશીપના વૈભવ હાઇટ્સના ફ્લેટ ખાતે દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા ૬ આરોપીઓને રૂ.૧,૧૮,૫૦૦/-ની રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી ખાનગી બાતમીના આધારે ઉમા ટાઉનશીપના વૈભવ હાઇટ્સ ટાવર-સી ૨૦૪ અમિતભાઇ પટેલના ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાં ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા (૧)અમીતભાઇ મનુભાઇ ઠોરીયા રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર-સી મોરબી-૨, (૨)પરેશભાઇ દયાળજીભાઇ પારેખ રહે.ગ્રીનચોક પારેખશેરી મોરબી, (3)રમેશભાઇ સામજીભાઇ જીવાણી રહે.રસનાળગામ તા.જોડીયા જી.જામનગર, (૪)હાર્દીકભાઇ પ્રાણજીવનભાઈ ગોરીયા રહે.શનાળા ગામ જ્ઞાનવિહાર સ્કુલની બાજુમાં મોરબી, (૫)જીતેશભાઇ નાથાભાઇ ઝાલા રહે.મોરબી બાયપાસરોડ ૨૫-વારીયા પ્લોટ, (૬)દિલીપભાઇ રતનભાઇ સંગાડા રહે.સામાકાંઠે શ્રીમદ સોસાયટી મોરબી-૨ વાળાને રોકડા રૂ.૧,૧૮,૫૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






