મોરબી જીલ્લામાં વરસાદ અને સંભવિત આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખી જીલ્લા વહીવટી તંત્રે જીલ્લા તેમજ તમામ તાલુકા કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર કરી નાગરિકોને જરૂરિયાત સમયે તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.
મોરબી જીલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપત્તિ સમયે નાગરિકોને ઝડપી મદદ મળી રહે તે માટે જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તથા તાલુકા કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. મોરબી તાલુકા કંટ્રોલ રૂમનો નંબર 02822-242418, ટંકારા માટે 7802922924 અને 9104738107, માળિયા(મી) માટે 9328734028, વાંકાનેર માટે 9512372101 તથા હળવદ માટે 8469017246 જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર માટે 02822-243300 અને 02822-243435 નંબર પર સંપર્ક કરી શકાય છે. જીલ્લા વહીવટી તંત્રે નાગરિકોને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહી જરૂરી સહાય માટે આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.






