Sunday, May 12, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા ગામે એકટીવામાં દેશીદારૂની ખેપ મારતા એકને ઝડપી લેવાયો,સપ્લાયરનું નામ ખુલ્યું 

મોરબીના જાંબુડીયા ગામે એકટીવામાં દેશીદારૂની ખેપ મારતા એકને ઝડપી લેવાયો,સપ્લાયરનું નામ ખુલ્યું 

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીના ગેટ નજીક જુના જાંબુડીયા જવાના કાચા રસ્તે એકટીવા મોપેડ રજી.જીજે-૩૬-એએચ-૮૭૮૪ ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી સવજીભાઇ સોમાભાઇ ગાંડુભાઇ સારલા ઉવ.૨૦ રહે.પાનેલી ગામ, હનુમાન મંદીર પાસેને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો પાનેલી ગામ નવા પ્લોટ છેલ્લી શેરીમાં રહેતા આરોપી સવજીભાઇ અરજણભાઇ કોળી પાસેથી વેચાણ કરવાના હેતુથી મેળવ્યો હોવાની કેફીયત આપતા હાલ પોલીસે ૫૦ લીટર દેશી દારૂ તથા એકટીવા મોપેડ સહીત કુલ રૂ.૭૧,૦૦૦/-નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!