Tuesday, November 24, 2026
HomeGujaratહળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરિયાએ આપ્યું રાજીનામું

હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરિયાએ આપ્યું રાજીનામું

છેલ્લા ચાર મહિનાથી સત્તા અને અધિકારોનો ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ: કારોબારી સમિતિની રચના અયોગ્ય ઠરાવાતાં પદ છોડવાનો નિર્ણય.

- Advertisement -
- Advertisement -

હળવદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મહેશભાઈ બાવલભાઈ કણઝરિયાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ચાર મહિનાથી ટેન્ડર કે બિલોમાં પોતાની સહી લેવામાં આવતી ન હોવા તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં કારોબારી સમિતિની નાણાકીય સત્તા અને અધિકારો અંગે કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. વધુમાં, નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના નિયમોનુસાર ન હોવાનો મુદ્દો સામે આવતાં તેમણે પદની કોઈ ઉપયોગિતા રહી ન હોવાનું જણાવી રાજીનામું આપ્યું છે.

અગાઉ મહેશભાઈ બાવલભાઈ કણઝરિયાની ૨૫ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાયેલી હળવદ નગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નંબર-૪થી કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જોકે, છેલ્લા ચાર મહિનાથી ટેન્ડર ખોલવા કે વિવિધ બિલોમાં તેમની સહી લેવામાં આવતી ન હોવાનું તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું છે. આ અંગે તેમણે નગરપાલિકા પ્રમુખને બે વખત લેખિત રજૂઆત કરી હતી. નગરપાલિકા અધિનિયમની કલમ ૬૭(૨) મુજબ કારોબારી સમિતિને મળતી નાણાકીય સત્તા અંતર્ગત કામોના ભાવ અને ખર્ચના બિલો મંજૂર કરવાની કામગીરી સોંપવા માંગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો છે.

વધુમાં, ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ચર્ચા દરમિયાન કારોબારી સમિતિની રચના નગરપાલિકા અધિનિયમની કલમ ૨૭૧(એ) મુજબ નિયમો બનાવી મંજૂર કર્યા વિના કરવામાં આવી હોવાથી તેને અયોગ્ય ઠરાવવાની બાબત સામે આવી હોવાનું તેમણે જણાવ્યું છે. આ તમામ કારણોસર કારોબારી ચેરમેન તરીકે પદની ગરિમા જળવાતી ન હોવાનો અને પદનો કોઈ ઉપયોગ રહ્યો ન હોવાનો ઉલ્લેખ કરી મહેશભાઈ કણઝરિયાએ હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલને રાજીનામું સુપરત કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!