Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળેથી ૧૧ પીધેલા ઝડપાયા:કુલ સાત લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લામાં અલગ અલગ સ્થળેથી ૧૧ પીધેલા ઝડપાયા:કુલ સાત લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી દારૂના નશામાં ચૂર અગિયાર શખ્સોને કુલ સાત લાખના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી તાલુકાના આમરણ-બેલા રોડપરથી રવિ નંદલાલભાઈ આહુજા (ઉ.વ.૩૫) વાળાને નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા ઝડપી લેવામાં આવ્યો હતો અને સાથે બેઠેલા ફિરોજ જુમાભાઈ સુધાગુનીયા (ઉ.વ.૪૯ રહે.ક્રુષ્ણનગર શેરી નં. ૧ જામનગર) વાળાને અને ઇકો GJ-10-BJ-1354 કી. રૂ.૩,૦૦,૦૦૦ નો મુદમાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

જ્યારે મોરબી તાલુકાની રવીરાજ ચોકડી પાસેથી બીજેન્દ્ર ટેકરામ શર્મા (રહે.યમુના નગર, નવલખી રોડ મોરબી મુ.રહે.દાહોલા હરિયાણા) વાળાને ક્રેટા કાર નં. GJ-36-L-1808 જેની કી. રૂ.૪,૦૦,૦૦૦ સાથે નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો અને ટીંબડીના પાટીયા પાસેથી ધર્મેશભાઈ રમેશભાઈ માન્ડલીક (ઉ.વ૨૨ રહે.રણછોડનગર ૧ મોરબી) અને ભરતભાઇ હકાભાઈ વીંજુવાડિયા (ઉ.વ.૨૨ રહે.વિશિપરા મોરબી) વાળાને પીધેલી હાલતમાં ઝડપી લેવાયા હતા.

જ્યારે મોરબી કન્ડલા બાયપાસ પાસે પચીસ વારીયા રોડ પર થી પીધેલી હાલતમાં દિવ્યેશભાઈ દિનેશભાઇ જોષી (ઉ.વ.૧૯ રહે.પચીસ વારીયા, દલવાડી સર્કલ) વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો.

મોરબીના ત્રાજપર ગામેથી અશોકભાઈ મગનભાઇ સનુરા (ઉ.વ.૩૬ રહે.છેલ્લી શેરીમાં ત્રાજપર) અને નટુભાઈ વેરશીભાઈ સનુરા (ઉ.વ.૫૩ રહે ત્રાજપર) વાળાને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા.

મોરબીના માળીયા ફાટક પાસેથી પીધેલી હાલતમાં દનુભાઈ પ્રવિણભાઇ પંસારા (ઉ.વ.૧૯ રહે.ઉમાટાઉનશીપ પાસે ભીમસર મોરબી) વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો.

જ્યારે ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસેથી રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.વ.૪૨ રહે.લજાઈ તા.ટંકારા) વાળાને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો.

જ્યારે હળવદના જુના માલણીયાદ ગામમા ટાવર પાસે થી જયેશ ઉર્ફે ફ્ટો રમણિકભાઈ ચુવાર (ઉ.વ.૨૧ રહે.જુના માલણીયાદ હળવદ) વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!