Saturday, May 9, 2026
HomeGujaratમોરબીના પ્રેમજીનગરમાં રહેણાંકમાંથી વિદેશી દારૂના ૧૧૦૪ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

મોરબીના પ્રેમજીનગરમાં રહેણાંકમાંથી વિદેશી દારૂના ૧૧૦૪ ચપલા ઝડપાયા, આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે પ્રેમજીનગર ગામે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના ૧૧૦૪ ચપલા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસની રેઇડ દરમિયાન મકાન માલીક આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તાલુકા પોલીસે આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસને ખાનગીરાહે બાતમી મળી કે, પ્રેમજીનગર ગામે ભુપેન્દ્રભાઈ મેરૂભાઈ ઝાલા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ જયારે છે, જે બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મકાનની અંદર રાખેલ બે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૧૧૦૪ નંગ બોટલ કિ.રૂ.૮૫,૪૪૦/- મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી ભુપેન્દ્ર ઝાલા હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!