Saturday, May 9, 2026
HomeGujaratમોરબીમાં IPL મેચ પર રનફેરનો જુગાર રમતા બે ઝડપાયા, બે ફરાર

મોરબીમાં IPL મેચ પર રનફેરનો જુગાર રમતા બે ઝડપાયા, બે ફરાર

મોરબીના અયોધ્યાપુરી રોડ પર જાહેરમાં ટી-20 મેચ પર રનફેરનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂ.૯૩,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળતા અયોધ્યાપુરી રોડ પર સત્યમ બેટરી સામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં IPL ટી-20 ક્રિકેટ મેચમાં રનફેર ઉપર હારજીતનો જુગાર રમતા રાજેશભાઈ અશ્વિનભાઈ હિરાભાઈ ઉભડીયા ઉવ.૨૮ રહે.વાઘપરા શેરી નં.૧૧ મોરબી અને અજયભાઈ ગોપાલભાઈ બચુભાઈ ભડલકીયા ઉવ.૨૫ રહે. મફતિયાપરા લીલાપર રોડ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે વિશુભા ઝાલા રહે. મોરબી અને ઇસ્માઇલભાઈ કુરેશી રહે.કબીર ટેકરી મોરબી વાળાના નામ ખુલતા પોલીસે તેઓને ફરાર દર્શાવ્યા હતા. હાલ પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂ.૩,૭૦૦/-, ત્રણ મોબાઈલ ફોન તથા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી કુલ રૂ.૯૩,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!