Friday, August 21, 2026
HomeGujaratમોરબીના તળાવીયા શનાળા પાસે જાહેરમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા

મોરબીના તળાવીયા શનાળા પાસે જાહેરમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે તળાવીયા શનાળા ગામની સીમમાં સ્કોટલેન સીરામીક કારખાના નજીક જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી રહે. મુળગામ- રાતાભેર તા.હળવદ જી- મોરબી, કિશોરભાઈ મનસુખભાઈ ભટ્ટી રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી મુળગામ- બોટાદ, છોટુભાઈ અમરશીભાઈ મકવાણા રહે. નરાળી તા.ધ્રાંગધ્રા હાલરહે. બાથેરો સેનેટરીવેરની ઓરડીમાં, દાતારામ સોનેલાલ કેવટ મુળ- ઓરેયા મળાપુર ગામ (યુ.પી.) રહે.હાલ સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, ગણેશભાઈ પર્વતભાઇ સાહુ જાતે તૈલી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, કપીલભાઈ સંતરામભાઈ રાજપુત રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, રીન્કુકુમાર બનેંસીગ માલવી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં, રોહીતકુમાર શ્યામસુંદર રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી, રાકેશભાઈ રામસેવક નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી તથા ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી વાળાને રોકડા રૂ.૧,૫૨,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!