Wednesday, November 13, 2024
HomeGujaratભુજમાં સોનાની દુકાનમાં થયેલ ૧૪.૧૪ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઈરાની ગેંગનો સભ્ય...

ભુજમાં સોનાની દુકાનમાં થયેલ ૧૪.૧૪ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ઈરાની ગેંગનો સભ્ય મોરબીથી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના મુજબ મોરબી એલસીબી પીઆઈ વી. બી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. બી. ડાભી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ભુજ શહેર જીલ્લા પંચાયત કચેરી સામે સેવંતી કોમ્પલેક્ષમાં આવેલ કેશવલાલ જેઠાલાલ જવેલર્સ નામની દુકાનમાં બે અજાણ્યા માણસો દુકાનમાં સોનાના સિક્કા ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશ કરી ફરિયાદની નજર ચૂકવી ફરિયાદીની દુકાનના ટેબલના ગલ્લામાં રાખેલ સોનાના સિક્કા તથા સોનાનું રો મટીરીયલ વજન આશરે ૨૭૨ ગ્રામ કિંમત રૂ.૧૪,૧૪,૪૦૦ની મત્તાની ચોરી કરી નાશી ગયેલ હોય જે બાબતે પોલીસ કંટ્રોલરૂમ તરફથી નાકાબંધીના કરવામાં આવતા મોરબીની રવિરાજ ચોકડી નજીક એલસીબી ટીમ તપાસમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના નિર્મળસિંહ જાડેજા અને આશીફભાઈ ચાણક્યને બાતમી મળેલ કે ભુજમાં સોનાના દુકાનના ચોરી કરનાર આરોપી પૈકીનો એક આરોપી એક્સેસ સ્કુટર જીજે-૦૧-યુબી-૬૭૦૮ વાળું લઈને કંડલા મોરબી હાઈવે પરથી નીકળનાર છે જે હકિકત આધારે એલસીબી ટીમે એક ઈસમને કોર્ડન કરી પકડી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પકડાયેલ આરોપી ફિરોજઅલી મનસુરઅલી(ઉ.વ.૪૦) રહે. મુળ સંજયનગર કોલોની, અલ્પના ટોકીઝ પાછળ, રેલવે સ્ટેશન રોડ, ગલી નં. -૫૫, હનુમાનગંજ, ભોપાલ, મધ્યપ્રદેશ વાળો હોવાનું જણાવતા પોલીસે તેની વધુ પુછપરછ કરતા પોતાને આરોપી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ રહે-ધાટકોપર, મુબઈ વાળાએ આર્થિક સગવડ કરી આપી ટ્રેન રસ્તે અમદાવાદ ખાતે બોલાવેલ અને ત્યાંથી બસ રસ્તે ગાંધીધામ ખાતે ગયેલ અને પોતાને ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ તથા ગુલામ નાશીરહુશેન શેખ મળેલ અને ત્યાંથી ભુજ ખાતે ત્રણેય ગયા હોય અને ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી તો આરોપી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખનું સ્કુટર જીજે-૦૧-યુબી-૬૭૦૮ વાળું લઇ પ્લાન મુજબ અમદાવાદ ખાતે જતો હોય તેમજ ગુલામ અબ્બાસ શોકતઅલી તથા ગુલામ નાશીરહુશેન શેખ ચોરીમાં મળેલ મુદામાલ લઇ અન્ય રસ્તેથી નીકળ્યા હોવાની માહિતી પણ આરોપી ફિરોજઅલીએ આપી હતી

પકડાયેલ આરોપી ફિરોજઅલી તથા પકડવાના બાકી આરોપી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ અને ગુલામ નાશીરહુશેન શેખ ઈરાની ગેંગ સાથે સંકળાયેલ હોવાની માહિતી પણ મળી હતી.

આ કામગીરીમાં પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, પીએસઆઈ એ. ડી. જાડેજા, હીરાભાઈ ચાવડા, પોલાભાઈ ખાંભરા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, ચંદુભાઈ કાણોતરા, જયવતસિંહ ગોહિલ, ચન્દ્રકાન્ત વામજા, રસિકભાઈ ચાવડા, રજનીકાંત કૈલા, સંજય પટેલ, કૌશિક મારવાણીયા, ફૂલીબેન તરાર, નિર્મળસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, ભરતભાઈ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતભાઈ જીલરીયા, યોગેશદાન ગઢવી, આશીફભાઈ ચાણક્ય, દશરથસિંહ પરમાર, સહદેવસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, જયેશભાઈ વાધેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સતીશભાઈ કાંજીયા, રણવીરસિંહ જાડેજા અને હરેશભાઈ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!