મોરબી જિલ્લામાં અકસ્માતોના વધતા બનાવને પગલે પુરપાટ ઝડપે દોડતા અને નંબર પ્લેટના નિયમોની એક બે અને સાડાત્રણ કરતા વાહન ચાલકો વિરુદ્ધ મોરબી પોલીસ છેલા ત્રણેક દિવસથી રીતસરની મેદાને ઉતરી છે ત્યારે આજે નંબર પ્લેટ વગર દોડતા વધુ 16 વાહનના ચાલકોને ઝડપી લઈ પોલીસે દંડનો દંડો ઉગામ્યો હતો.
મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના ટ્રક સહિતના વાહનો કાળ બનીને દોડતા હોય જેને પગલે અનેક અકસ્માતો થતા હોવાથી પોલિસ આકરા પાણીએ થઈ છે. મોરબી એસપી સુબોધ ઓડેદરાની સુચનાને પગલે આજે પોલીસ દ્વારા સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર, ટ્રક, આઇશર, ટ્રેકટર સહિત કુલ 16 વાહનો ઝડપાયા હતા.આથી પોલીસે વાહન એમ.વી.એકટ કલમ .૨૦૭ મુજબ ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ તેમજ આગામી સમયમાં પણ સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરી આવા વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે .