મોરબીમાં દારૂ અંગેના બે દરોડામાં 18 બોટલ દારૂ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ તેજ બનાવી છે.
આ કેસ અંગે તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી શહેરના લાતી પ્લોટ શેરીનં.૮મા આવેલ બંધ કોમ્પ્લેક્ષની છત ઉપર પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હતી આ રેઇડ દરમિયાન છત ઉપરથી ગેરકાયદે સંતાડી રાખેલ વિદેશીદારૂની અલગ અલગ 17 બોટલો કિ.રૂ.૫૧૦૦ નો મુદામાલ ઝડપાયો હતો.આથી પોલીસે વિરલભાઇ જગદીશભાઇ લુહાણા (રહે.મોરબી ગ્રીનચોક) નામના શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય એક કેસની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક હાઇવે રોડ પરથી એક બોટલ દારૂ સાથે નીકળેલ મહાવીરસિંહ જોરૂભા મસાણી (ઉ.વ.૨૦ રહે.રાજસીતાપુર તા- ધ્રાંગધ્રા જી-સુરેંદ્રનગર) અને રૂત્વિકભાઇ દિલીપભાઇ મકવાણા (ઉ.વ.૨૧ રહે ઢુવા મીલીયન સીરામીક કારખાનાની ઓરડીમા તા-વાંકાનેર જી-મોરબી)ને પોલીસે ઝડપી લીધા હતા.જેના કબ્જેમાંથી દારૂની એક બોટલ કિ.રૂ.૩૦૦તથા બાઈક રજી.નં કિ.રૂ.૨૦૦૦૦ મળી કુલ રૂ.૨૦૩૦૦/-ના મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.