મોરબીની નવલખી ફાટક ચેક પોસ્ટ નજીકથી કારમાં 21 બોટલ દારૂ લઈ નીકળેલ કાર ચાલકને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં કચ્છના અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ આગળ ધપાવી છે.
મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના નવલખી રોડ પર આવેલ જલારામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૫માં રહેતા સાગરભાઇ કાંતીભાઇ પલાણ (ઉ.વ.૩૦) નામના ઇસમે કચ્છના સામખીયારી ખાતે રહેતા ભાવેશ બાવાજી નામના શખ્સ પાસેથી દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવ્યો હતો. જે 21 બોટલ દારૂ સાગર કાંતીભાઇ પલાણ પોતાની હુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં- જી.જે.-૩-ડીએન-૮૬૬૭મા ભરી નવલખી ફાટક ચેક પોસ્ટ નજીકથી નીકળતા પોલીસે કારને અટકાવી દારૂના જથ્થા સાથે આરોપી સાગરને ઝડપી લીધો હતો. પોલીસે કાર, દારૂ સહિત ૧,૦૬,૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ગુન્હામાં અન્ય એક આરોપી ભાવેશ બાવાજી (રહે-સામખીયારી જી-કચ્છ ભુજ)નું નામ ખુલતા પોલીસે આ ઈસમ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી છે.
- જી.આઇ.ડી.સી ગેઇટ પાસેથી દારૂની એક બોટલ સાથે નીકળેલ હિતેશ પોલીસ ઝપટે ચડ્યો
મોરબીના શનાળા રોડ પર આવેલ જી.આઇ.ડી.સીના ગેઇટ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ હિતેષ ધર્મેન્દ્રભાઇ વસવેલીયા (ઉ.વ.૨૬ રહે.મોરબી વાવડી ચોકડી ભગવતી હોલ કૈલાશ પાર્ક મોરબી)ને અટકાવી તલાશી લીધી હતી. તેના કબજામાંથી ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ બ્લેંડેડ સ્કોચ વ્હિસ્કિની એક બોટલ કિંમત કિ.રૂ.૧૫૭૫ ઝડપાયો હતો. જેને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હિતેશ વસવેલીયા નામના શખ્સ સામે પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.