Thursday, April 25, 2024
HomeGujaratટંકારાના હરીપર ગામે અકસ્માતમા યુવાનનું મોત નિપજાવી ભાગી છુટેલ રાજકોટનો બોલેરો ચાલક...

ટંકારાના હરીપર ગામે અકસ્માતમા યુવાનનું મોત નિપજાવી ભાગી છુટેલ રાજકોટનો બોલેરો ચાલક ઝબ્બે

ટંકારાના હરીપર ગામ નજીક રોડ ઉપર મહેન્દ્રા બોલેરો પીકઅપના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું આ અંગે પોલીસે VISWAS પ્રોજેકટ અંતર્ગત લાગેલ મોરબી શહેર સીસીટીવી તેમજ ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી બોલેરો ચાલક રાજકોટન શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારાના હરીપર ગામ પાસે કામ કરતા રાકેશકુમાર ભુરજીભાઇ ડોડીયાને મહેન્દ્રા બોલેરો પીકઅપના ચાલકે હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આરોપી બોલેરો ચાલક આ ગુન્હાને અંજામ આપી ભાગી જતા ટંકારા મથકમાં આ અંગે ગુન્હો નોંધાયો હતો. બોલેરો ચાલકને ઝડપી લેવા VISWAS પ્રોજેકટ અંતર્ગત લાગેલ મોરબી શહેરમાં સીસીટીવી કેમેરાની મદદથી બોલેરો પીકઅપ ગાડી રજી.ન મળી આવેલ જે GJ 36-1-5449 ના હોય જે પોકેટકોપ માં સર્ચ કરતા વાહનમાલીકનું નામ સરનામું મળી આવેલ જે આધારે ગુન્હો આચરેલ આરોપી વિનોદભાઇ જેસંગભાઇ બરારીયા (રહે.શીવનગર શેરી નં ૭ ગોંડલ રોડ રાજકોટ)ને આજે તા .૦૯ ના રોજ પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!