આજે શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાજંલીને કોટી કોટી પ્રણામ કર્યા હતા. ત્યારે શહીદ ભગતસિંહના કાંતિકારી વિચારોથી પ્રભાવિત થઈને હરહંમેશ દેશ ભક્તિને ઉજાગર કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોમર્સ કોલેજની સાથે આજે ભારતમાતાના વીર સપૂતોને ખરા અર્થમાં વિરાજંલી આપવા માટે શહીદ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા લોકોએ જોડાયને લાંબા તિરંગાને ગૌરવભેર સલામી આપીને શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને વીરાજંલી અપર્ણ કરી હતી.

મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તા.23 માર્ચ શહીદ દિવસની લોકોમાં દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના જાગે અને લોકો દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોની વીરતાને ખરા અર્થમાં નમન કરે તે રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા આજે શહીદ ભગતસિંહને વીરાજંલી આપવા 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામા આવી હતી. જેમાં બાળકો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શૌથી લાંબી તિરંગા યાત્રાના યુવાનોએ ગૌરવભેર તિરંગાને ઊંચકી શહેરના મુખ્યમંગો ઉપર નીકળીને વંદે માતરમ તેમજ શહીદો અમર રહોના નારા લગાવી શહીદોની દેશભક્તિને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા. આ તિરંગા યાત્રાને એકમ આર્મીમેન અને પોલીસ દળ દ્વારા આન બાન શાન સાથે પ્રસ્થાન કરાયું હતું.આ તકે પી.જી. પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટ તેમજ તેમનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ તેમજ સ્કાઈ મોલના રાજુભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.









